અતી આદરપુર્વક ભાવથી સ્નેહવંદન ....

સાથે ભક્તિભાવથી ..... સમ્રાટ જવેલર્સ – પરીવારના જયશ્રી કૃષ્ણ

આધ સ્થાપક સોની શ્રી જેઠાલાલ મુળજીભાઈ એન્ડ સન્સ (નાની બરારવાળા) પરીવાર ૭૫ વર્ષ પહેલા મોરબી શહેરમાં સોના – ચાંદીના આભુષણોની શુભ શરૂઆત કરી.

સ્વ. શ્રી શાંતીલાલ જેઠાલાલ રાણપરા પરીવારએ ખુબજ નિષ્ઠાપૂર્વક મહેનત કરી દિન – પ્રતિદિન આગળ વધવાના ભરપુર પ્રયાસ કર્યા અને મહેનતનું ફળ પણ જરૂર મળ્યું મંઝીલ સુધી પહોચી ગયા, ઈશ્વર, વડીલો અને પરીવારના સુંદર સાથ સહયોગથી ઈ. સ. ૧૯૮૯ ના વર્ષમાં મોરબી શહેરમાં સોના-ચાંદી આભુષણોમાં સમ્રાટ જવેલર્સના નામથી સ્થાપના કરી.      

શેઠશ્રી શાંતિલાલથી પણ સવાયા શ્રી કિશોરભાઈ, નિલેશભાઈ, હિતેષભાઈ, ભાવેશભાઈ તેમજ નવી પેઢી અંકુરભાઇ રાણપરા હીંમત હાર્યા વિના પૂરી ઉર્જા સંચાર અને ઉત્સાહથી કર્મના ફળ વિના પોતાના કાર્યમાં સતત આગળ વધતા ગયા ધીમે-ધીમે પુરૂષાર્થે પણ એવો જ રંગ દેખાડયો. પ્રગતિના દરવાજા સમ્રાટ જવેલર્સના આપોઆપ ખુલી ગયા અને મોરબી જિલ્લામાં સમ્રાટ જવેલર્સનું નામ લોકજીભે એકબંધ છે અને લોકોના દિલ અને વિશ્વાસ જીતવામાં સફળતા મળી છે.      

ઉચ્ચ કવોલીટી અને પારદર્શક વહીવટ અને મજબુત લીડરશીપથી સમ્રાટ જવેલર્સની મોરબી જીલ્લામાં ગણના આજે એક નામાંકીત અને વિશ્વાસ પાત્ર જવેલર્સમાં થાય છે. અત્યંત આધુનિક અદ્ભુત દાગીનાની વિશાળ રેન્જ સાથે સાથે અન્ટીક જવેલરી રીયલ ડાયમંડ જવેલરી, પ્લેટીનીયમ જવેલરીની વિશાલ શ્રંખલા ધરાવે છે.

આજના યુગમાં જે ખુબ જ આવશ્યક છે. સવીનયી સ્ટાફ ખુબ જ સારી રીતે કસ્ટમરને સેવા આપી સંતોષ પૂર્વક ગ્રાહકને સેવા આપી રહેલ છે. તેમજ દાગીનાની ગુણવતા જે ૭૫ વર્ષથી એક જ ધારી સોનાની ક્વોલિટી જાણવી રાખેલ છે. તે ગ્રાહકની વિશ્વસનીયતા છે.

આપશ્રી સરીખા, હેતાળ, મમતાણું, પ્રેમાળ, નિસ્વાર્થ, ગ્રાહકો, સગા-સ્નેહીનો મિત્રો મળ્યા તે બદલ ઈશ્વરની અવશ્ય કૃપા અને પ્રભુના આશીષ માનીયે છીએ.

આપ સર્વેનું જીવન કોહીનુર હીરાની માફક સતત ઝળહળતું રહે તેવી પ્રાર્થના ....

સમ્રાટ જવેલર્સ – પરિવાર

આજદીન સુધીના આપના સાથ – સહકાર બદલ આભાર

વધુ મજબુત સંબંધોની અપેક્ષા